સુરતમાં પણ શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ : અઠવાલાઇન્સની શાળામાં ગેરહાજર શિક્ષકનું બીજા કોઈએ રજા ફોર્મ ભરી દીધું

સુરતમાં પણ શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ : અઠવાલાઇન્સની શાળામાં ગેરહાજર શિક્ષકનું બીજા કોઈએ રજા ફોર્મ ભરી દીધું

સુરતમાં પણ શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ : અઠવાલાઇન્સની શાળામાં ગેરહાજર શિક્ષકનું બીજા કોઈએ રજા ફોર્મ ભરી દીધું 1 - imageImage : Filephoto

Surat Ghost Teacher : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત રાજ્યની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયની ગેરહાજરીનો વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ભૂતિયા હાજરીનું કૌભાંડ બહાર આવ્યું છે. સમિતિની અઠવાલાઇન્સની એક શાળામાં શિક્ષક ગેરહાજર અને તેમની ગેરહાજરીમાં અન્ય શિક્ષકે રજાનું ફોર્મ ભરી સહી પણ કરી દીધી. એટલું જ નહી પરંતુ એક શિક્ષકની રજાના ત્રણ અલગ-અલગ કારણ દર્શાવતા આ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 6 શ્રી વિશ્વેશ્વરૈયા શાળા તરીકે ઓળખાઈ છે. આ શાળામાં વિનોદ ટીંગલે નામના શિક્ષક છે. સવારની પાળીમાં આ શિક્ષક ગેરહાજર હતા તેમ છતાં તેમની ગેરહાજરી પુરાઈ ન હતી અને તેમના નામે અન્ય શિક્ષકે અડધી રજાનું ફોર્મ ભરી દીધું હતું. અન્ય શિક્ષકોની હાજરી સવારે જ પુરી દેવામાં આવી હતી. જ્યારે આ શિક્ષકોની હાજરી 11 વાગ્યે પુરાશે તેવો પોકળ ખુલાસો આચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Close Menu