'બ્રિજ સીટી' સુરતમાં 50થી વધુ બ્રિજને સમારકામની જરૂરિયાત : 1.80 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાશે

'બ્રિજ સીટી' સુરતમાં 50થી વધુ બ્રિજને સમારકામની જરૂરિયાત : 1.80 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાશે

'બ્રિજ સીટી' સુરતમાં 50થી વધુ બ્રિજને સમારકામની જરૂરિયાત : 1.80 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાશે 1 - imageimage : Filephoto

Bridge in Surat : બ્રિજ સિટી સુરતમાં હવે સવાસોથી વધુ બ્રિજ છે અને આ તમામ બ્રિજ પર સતત ટ્રાફિક ધમધમતો રહે છે. તેથી મેઇન્ટનન્સ જરૂરિયાત ઉભી થતા કામગીરી થઈ રહી છે. હાલમાં સુરત પાલિકાએ સર્વે કરાવ્યો હતો તેમાં 50થી વધુ બ્રિજમાં જુદા-જુદા પ્રકારના મેઈન્ટેનસની જરૂરિયાત ઊભી થઈ છે. આ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 1.80 કરોડના ખર્ચે કામગીરી માટે ઓફર આવી છે. તે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેની સામે હવે નિર્ણય કરાશે. 

સુરત શહેરના હદ વિસ્તરણ બાદ વસ્તી અને વિસ્તાર સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વાહનો વધવા સાથે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. તેના કારણે પાલિકા રસ્તા પહોળા કરવા સાથે વિવિધ રસ્તા પર બ્રિજ બનાવી રહી છે. સુરતમાં ખા઼ડી બ્રિજ, તાપી બ્રિજ અને રેલ્વે ઓવર બ્રિજ મળી  સવાસોથી વધુ બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ માટે પાલિકાએ સર્વે કર્યો હતો. જેમાં 50 જેટલા બ્રિજમાં જુદા-જુદા પ્રકારના મેઈન્ટેનન્સ કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે 1.80 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારદાર દ્વારા સમારકામ માટેની તૈયારી દાખવી છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા શાસકો સમક્ષ બ્રિજના વેરીંગ કોટ અને અન્ય રીપેરીંગની કામગીરીને ધ્યાને રાખીને દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર શુક્રવારે નિર્ણય કરાશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Close Menu