સુરતમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગની બેઠક યોજાઈ : આઉટસોર્સ સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી PF, ESIC અને લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લેવાની તાકીદ

સુરતમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગની બેઠક યોજાઈ : આઉટસોર્સ સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી PF, ESIC અને લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લેવાની તાકીદ સુરતમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગની બેઠક યોજાઈ : આઉટસોર્સ સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી PF, ESIC અને લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લેવાની તાકીદ


Surat : સુરત પાલિકાના આઉટસોર્સ સફાઈ કામદારોના શોષણ થઈ રહ્યું છે તેવી વ્યાપક ફરિયાદ વચ્ચે આજે વેસુ સુડા ભવન ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ સ્થાને ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આઉટસોર્સ સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં PF, ESIC, લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લેવાની તાકીદ કરવામાં આવી છે. 

સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ની વેસુ કચેરી ખાતે ગઈકાલે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચેરમેને  જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા આઉટસોર્સના સફાઈ કામદારોને પ્રત્યક્ષ મળીને નિયમિત પગાર, સેલેરી સ્લીપ, પી.એફ.ની વિગતો, આઈ.ડી. કાર્ડ, બુટ, ગણવેશ, નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. આ બેઠક દરમિયાન ચેરમેને જણાવ્યું હતું કે, સ્વચ્છતા કર્મયોગીનું સન્માન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કર્મચારીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત છે. કમર્ચારીઓને મળતા અબાધિત અધિકારો-હક્કો તેમને પ્રાપ્ત થાય તે માટે આયોગ સક્રિયતાથી કાર્ય કરે છે. તેમણે આઉટસોર્સના સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં પી.એફ, ઈ.એસ.આઈ.સી., લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લખવાની તાકીદ કરી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના નિયમિત હેલ્થ ચેકઅપ અને આઉટસોર્સ કર્મચારીઓના લાઈફ ઈન્સ્યોરન્સને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચના આપી હતી. 

આ બેઠકમાં હાજર રહેલા સફાઈ કર્મચારીઓના યુનિયનના પ્રમુખ, પ્રતિનિધિઓ દ્વારા સફાઈ કર્મચારીઓનું આરોગ્ય જોખમાય ત્યારે વારસદારને રહેમરાહે નોકરી આપવા, નિયમિત ભરતી કરવા થાય, જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી બનાવવા, પાર્ટ ટાઈમ સફાઈ કામગીરી બંધ કરવા, આવાસીય સગવડ જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.



Source link

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *