વરસાદની વિદાય વચ્ચે ડેન્ગ્યુ થયા બાદ વેડરોડના રત્નકલાકારનું મોત

વરસાદની વિદાય વચ્ચે ડેન્ગ્યુ થયા બાદ વેડરોડના રત્નકલાકારનું મોત વરસાદની વિદાય વચ્ચે ડેન્ગ્યુ થયા બાદ વેડરોડના રત્નકલાકારનું મોત



જુન
માસમાં વરસાદ શરૃ થતા ડેન્ગ્યુના માત્ર
8 દર્દી હતા તે સપ્ટેમ્બર મહિનામાં વધીને 218 થયા

 સુરત,
:

  સુરતમાં વરસાદ લગભગ વિદાય લઈ રહ્યો છે તેવા
સમયે શહેરના સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા
પામ્યા છે. તેવા સમયે ચોકબજારના વેડ રોડ ખાતે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા બાદ યુવાન
રત્નકલાકારનું મોત નીપજ્યું હતું.

સિવિલ હોસ્પિટલથી
મળેલી વિગત મુજબ ચોકબજારમાં વેડ રોડ પર બહુચરનગરમાં રહેતો ૩૧ વર્ષીય રાજેશ મોહનભાઇ
વર્માને ગત તા.૧૮મીએ તાવ આવ્યો હતો. જેથી તેને સારવાર માટે પ્રાઇવેટ દવાખાનામાં લઇ
ગયા હતા. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તેનો
ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. બાદમાં તેને  વધુ સારવાર માટે સ્મીમેર બાદ સિવિલ હોસ્પિટલમાં
લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે રાજેશ મુળ ઉતરપ્રદેશના ચિત્રકુટનો
વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો.

નોધનીય
છે કે
, વરસાદના
લીધે શહેરમાં ઝાડા -ઉલ્ટી
, ડેન્ગ્યુ, મલેરિયા,
કોલેરા, તાવ, શરદી,
ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાય રહ્યા છે. જેથી દર્દીઓ
સારવાર માટે સિવિલ
સ્મીમેરમાં
તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે. 
એટલુ નહી સુરતમાં આ વર્ષે ચોમાસામાં ડેન્ગ્યુ બેકાબુ બનતા કેસમાં સતત વધારો
જોવા મળ્યો હોવાનું સુત્રો કહ્યુ હતુ. જોકે જુન માસમાં વરસાદની શરૃઆત થઇ હતી. જેથી
તે માસમાં ડેન્ગ્યુના માત્ર ૮ કેસ
, જુલાઇમાં ૫૫, ઓગષ્ટમાં ૧૫૫ અને સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ૨૧૮ દર્દીઓ ઝપેટમાં આવતા સારવાર
માટે માત્ર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે આ આંકડ પર એવુ લાગે છે કે દર માસે
ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો હોવાનું સુત્રો કહ્યુ હતું.



Source link

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *