રૂ.42.48 લાખના હીરા ખરીદી મુંબઈના વેપારીનો પેમેન્ટમાં ઉલાળીયો

રૂ.42.48 લાખના હીરા ખરીદી મુંબઈના વેપારીનો પેમેન્ટમાં ઉલાળીયો રૂ.42.48 લાખના હીરા ખરીદી મુંબઈના વેપારીનો પેમેન્ટમાં ઉલાળીયો


– કાપોદ્રાના ક્રિનલ જેમ્સે તૈયાર કરેલા હીરા મુંબઈ ઓફિસે મોકલતા શ્રીપતી જવેલર્સના નામે વેપાર કરતા જેકીન દેસાઈએ ખરીદ્યા હતા

– ચાર મહિના બાદ પેમેન્ટ નહીં કરતા કારખાનેદારે ઉઘરાણી કરતા માત્ર રૂ.2.40 લાખ ચૂકવ્યા હતા

સુરત, : સુરતના કાપોદ્રામાં હીરાનું યુનિટ ધરાવતા કારખાનેદારની મુંબઈ ઓફિસેથી મુંબઈ સી.પી.ટી ટેન્કમાં શ્રીપતી જવેલર્સના નામે વેપાર કરતા વેપારીએ રૂ.44.88 લાખના હીરા ખરીદી માત્ર રૂ.2.40 લાખ ચૂકવી બાકી પેમેન્ટ રૂ.42.48 લાખ નહીં ચુકવતા કાપોદ્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા ચીકુવાડી સ્નેહમિલન સોસાયટી ઘર નં.એ/60 માં રહેતા 44 વર્ષીય હિતેશભાઈ કુરજીભાઈ ખુંટ કાપોદ્રા પ્રતાપ રોલીંગ મિલ સોસાયટી બ્રહ્માણી કૃપા બિલ્ડીંગ ખાતે ક્રિનલ જેમ્સના નામે હીરાનું મેન્યુફેક્ચરીંગ અને જોબવર્કનું કામ કરે છે.તેમની મેઈન ઓફિસ મુંબઈ બાંદ્રા બીકેસી ખાતે ભારત ડાયમંડ બુર્સમાં આવેલી છે.મુંબઈ સી.પી.ટેન્ક માધવ રોડ જી વીંગમાં શ્રીપતી જવેલર્સના નામે વેપાર કરતા જેકીનભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ છેલ્લા બે વર્ષથી તેમની સાથે વેપાર કરતા હોય હિતેશભાઈએ તૈયાર કરીને તેમની મુંબઈ ઓફિસે મોકલેલા હીરામાંથી જેકીનભાઈએ ઓગષ્ટ 2023 માં કુલ રૂ.44,87,949 ના હીરા ઉધારમાં ખરીદ્યા હતા.જેકીનભાઈએ તેનું પેમેન્ટ ચાર મહિનામાં કરવાનો વાયદો કર્યો હતો.


જોકે, ચાર મહિના બાદ જેકીનભાઈએ પેમેન્ટ કર્યું નહોતું.આથી હિતેશભાઈએ ઉઘરાણી કરતા જેકીનભાઈએ વાયદા કર્યા હતા અને હિતેશભાઈએ પોલીસમાં અરજી કરતા તેમને રૂ.2.40 લાખનું પેમેન્ટ કર્યું હતું.પરંતુ બાકી પેમેન્ટ રૂ.42,47,949 આજદિન સુધી નહીં ચુકવતા છેવટે હિતેશભાઈએ જેકીનભાઈ વિરુદ્ધ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.



Source link

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *