– જવાબદાર
વહીવટીકર્તાઓ અને સંબંધિત અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત
સુરત
સુરત
જિલ્લાના માંડવી શુગર મિલમાં વહીવટીતંત્રની બેદરકારી બાબતે સુઓમોટો દાખલ કરી જવાબદાર
વહીવટકર્તાઓ અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આજે ધારાસભ્યની આગેવાનીમાં
ખેડુતોએ જિલ્લા કલેકટરનેે રજુઆત કરીને શુગર
મિલને ફરીથી ચાલુ કરીને આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માંગ કરાઇ હતી.
સુરત જિલ્લાની
માંડવી શુગર મિલને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે માંડવી શુગર બચાવો ખેડુત બચાવો, ખેડુતોને ન્યાય અપાવોના
સુત્રો સાથે જિલ્લા કલેકટરાલયમાં મોરચો કાઢીને ખેડુતોએ તેમજ ધારાસભ્ય તુષાર ચૌધરીએ
સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીને રજુઆત કરી હતી કે ૬૧ હજાર સભાસદો ધરાતવી આ શુગર
મિલમાં વહીવટકર્તાઓ દ્વારા સહકારી નીતિ નિયમોને નેવુ મુકીને અયોગ્ય નિર્ણય લેવાથી સૌથી
મોટુ નુકસાન આદિવારી સભાસદોને થયુ છે. શેરફાળો, ખેડુતો અને મજુરા,
કર્મચારીઓનો પગાર મળી આશરે ૯૦ કરોડ રૃપિયા તેમજ રાજય સરકારની લોન મળી
કરોડો રૃપિયા ચૂકવવાના બાકી છે.ખાંડ નિયામક દ્વારા પણ જે તે સમયે ફડચાની કાર્યવાહી
ના કરી ગંભીર બેદરકારી દાખવવામાં આવેલ છે. જિલ્લા રજિસ્ટ્રારે ( સહકારી મંડળી ) પણ તમામ પ્રકિયામાં ભૂંડી ભૂમિકા
ભજવી હોય એવુ પ્રાથમિક દષ્ટીએ દેખાઇ આવે છે. આથી આ તમામ બાબતોએ તપાસ કરાવવા સૂઓમોટો
અરજી દાખલ કરી સંબંધિત વિભાગના જે અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવી હોય તેમની ખાતાકીય
તપાસ કરવી તથા માંડવી શુગરે મૂળ વેલ્યુ કરતા ઓછી કિંમતે વેચાણની પ્રકિયા નાબુદ કરાવશો
અને માંડવી શુગર ફરી સહકારી ધોરણે શરૃ થાય એ માટે જરૃરી પગલાં લેવા કાર્યવાહી કરવાની
માંગ કરાઇ હતી.