સુરત
રાજમાર્ગના 80
થી વધુ વેપારીઓના પરિવારના સભ્યોને મેટ્રો રેલની કામગીરી બદલ અપાતું
વળતર બંધ કરાયા બાદ પણ રસ્તો ખૂલ્લો કર્યો નથી
ભાગળ-ટાવર
રોડ પર 19 મહીનાથી ચાલતી મેટ્રો રેલની કામગીરીના કારણે 80 થી વધુ વેપારીઓની
દુકાનના ધંધા રોજગાર બંધ થવા સાથે વળતર ચુકવવાનું પણ બંધ કરવામાં આવતાં આજે
વેપારીઓના પરિવારના સભ્યોએ સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને વળતર વસુલ અપાવવા
માંગ કરી છે.
સુરતના રાજમાર્ગ
ભાગળ-ટાવર રોડ મસ્કતિ હોસ્પિટલ વિસ્તારમાં ચાલતી મેટ્રો રેલની કામગીરીના કારણે છેલ્લાં
19 મહીનાથી
ચાલતી મેટ્રો રેલની કામગીરીના કારણે મોટાભાગના વેપારીઓની દુકાનના ધંધા રોજગાર બંધ છે.જેના
કાારણે ભાગળ-ટાવર રોડના ૮૦થી વધુ વેપારીઓએ આજે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓની નીતિના
વિરોધમાં આજે સુરતજિલ્લા કલેકટર કચેરીએ જઈને ઉગ્ર રજુઆત કરી હતી.વેપારીઓએ વિવિધ બેનર
સાથે કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરીને આવેદન પાઠવી રજુઆત કરી હતી.ટાવર રોડ પર દુકાન
ધરાવતા જેનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે અમારી બે દુકાન ટાવર રોડ પર છે.જેના પર અમારા
બે કુટુંબના 15સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડયું છે.અમારા
બાળકોના ભણતરના ખર્ચા,આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવાની તકલીફ
છે.પરંતુ ત્રણ મહીનાથી કોઈ વળતર ચુકવવામાં આવ્યું નથી.રસ્તો ખુલ્લો કરવાના નામે છેલ્લાં
ત્રણ મહીનાથી વળતર બંધ કરી દેવામાં આવ્યું છે.
એક તરફ
સામી દિવાળીના તહેવાર હોવા છતાં મેટ્રો રેલની કામગીરીના કારણે માત્ર 10 ફુટ જેટલો રસ્તો જ
ખુલ્લો હોઈ વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ પડયા છે.અગાઉ મેટ્રો રેલ પ્રોજેકટના
સંચાલકો દ્વારા વેપારીઓ સાથે 10 મહીનાનો કોન્ટ્રાક્ટ કરીને
વળતર ચુકવ્યું હતુ.ત્યારબાદ 8 મહીનાનો કોન્ટ્રાક્ટ કરીને
વળતર ચુકવ્યા બાદ હવે 19 માં મહીને જીએમઆરડીસીએ હાથ ઉંચા કરી
દીધા છે.જેના કારણે વેપારીઓના પરિવારજનોએ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામકાજ ચાલુ હોઈ
ધંધા રોજગાર બંધ હોવાથી ગુજરાન ચલાવવામાં હાલાકી પડતી હોવાનું જણાવ્યું
હતુ.વેપારીઓના પરિવારજનોએ સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને વળતર ચુકવવા અન્યથા
દુકાન સામેના રસ્તા સંપુર્ણપણે ખુલ્લા
કરવાની માંગ કરી છે.